શાળાનો ઈતિહાસ

એક નજર અમારી શાળાના ઈતિહાસ પર !
        વર્ષ : ૧૯૪૨માં અમારી શાળા ગામમાં એક કાચા મકાનમાં શરુ થયેલી.ત્યારે શાળામાં માત્ર એક શિક્ષક.શરૂઆતમાં શાળામાં માત્ર બે ધોરણ હતા.શરુઆતમાં શાળા પંચાયતમાં શરૂ થઇ.વર્ષ : ૧૯૪૮માં શાળા માટે જમીન ઉપલબ્ધ બનતા શાળાનું નવું મકાન શરૂ બંધાયું.નવી શાળાનું ભૂમિપૂજન સંત શ્રી ક્રિશ્નપૂરી મહારાજના હસ્તે કરવામાં આવ્યું.
       ધીમે ધીમે શાળામાં ક્રમશઃ ધોરણ વધવા લાગ્યાં.આજુબાજુનાં ગામનાં બાળકો પણ અહી ભણવા માટે આવતા થયા.એ સમયમાં આ શાળા મોટી શાળા તરીકે ઓળખાતી.
         ઉત્તરોત્તર શાળાએ અવિરત પ્રગતિ સાધી છે.આજે જે શાળા આપની સામે ઉભી છે તેનો ભવ્ય વારસો આપની નજર સામે છે.આ શાળાએ કઈ કેટલાય સપૂતો, સારા નાગરીકો આ સમાજને આપ્યા છે.
          આજે પણ તમામ સુવિધાઓથી સજ્જ એવી આ શાળા બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું ઘડતર કરી રહી છે.
         આવો સાથે મળી શાળાના વિકાસમાં સહભાગી બનીએ.
                          જય બાળક, જય શિક્ષણ, જય શિક્ષક.

No comments:

Post a Comment